બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39 - છેલ્લો ભાગ

  • 2.5k
  • 1.3k

૩૯ એકાકી કેશવ! રાતે કેશવને મહારાજે જે કહ્યું તેથી એણે આશ્ચર્ય થયું હતું અને ધ્રાસકો પણ પડ્યો હતો. આશ્ચર્ય એટલા માટે કે હજી દેવડીએ જૂનોગઢનો ગિરનારી દરવાજો પણ જોયો નહિ હોય એટલી વારમાં જુદ્ધ જૂનોગઢ પહોંચી ગયું! એણે મહારાજની કાલની આજ્ઞા સાંભરતી હતી. અત્યારમાં એ મહારાજને મળવા જવાનો હતો. પણ એને લાગ્યું કે મુંજાલ મહેતો આ તક એને મળી છે એનો લાભ ઉઠાવ્યા વિના નહિ રહે. એ એણે મહારાજના સાંનિધ્યમાંથી હવે ચોક્કસ ખસેડવાનો. મહારાજ એને સોરઠી સેનાપતિ નીમે તોય એને સંતોષ થાય. પણ વસ્તુસ્થિતિ એને જુદી જ લાગી. તેણે પોતાના સર્વનાશ માટે તૈયાર થઈને જ રાજદરબારમા જવાનો નિશ્ચય કર્યો. એ