પ્રેમ - નફરત - ૧૦૪

(24)
  • 3.4k
  • 4
  • 2.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૪લખમલભાઇ ત્યારે પોતે કેવા સંજોગોમાંથી પસાર થયા હતા એની વાત કરી રહ્યા હતા. અશરફ માટે એમને શંકા હતી ત્યારે જ એના રાજીનામાનો પત્ર આવ્યો હતો. એમણે એનો ઉલ્લેખ કરી કહ્યું:‘કંપનીના ડિરેક્ટરે મને પત્ર આપ્યો એમાં અશરફનું રાજીનામું હતું. એ પોતાનો હિસાબ કર્યા વગર જ અંગત કામથી નોકરી છોડીને જતો રહ્યો હતો. એણે પોતે પત્ર આપવાને બદલે એક અભણ મજૂર મારફત મોકલાવ્યો હતો. એ અચાનક નોકરી છોડી ગયો એટલે એ અસલમ હતો કે નહીં એની તપાસ હું કરી શક્યો નહીં. મેં જ્યારે શિંદેને આ વિષે પૂછ્યું ત્યારે એણે એમ કહ્યું કે એને પણ ખબર નથી