ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 6

  • 2k
  • 1k

(અગાઉના ભાગમાં ભેમાના વ્યક્તિત્વ વિશે જાણ્યું. ભમરાજીના ભયમાંથી ગામલોકોને મુક્ત કરાવવા તથા ભમરાજીને પાઠ ભણાવવાનો ઉપાય શોધવાની મથામણ કરતાં કરતાં આખરે ઉપાય મળી ગયો. જેની જાણ સવારે મિત્રોને કરવાનું નક્કી કરીને હું સૂઈ ગયો. હવે આગળ... ) ****************** રાત બરાબરની જામી હતી. વરસાદ પણ જામ્યો હતો. ગામલોકો ભરનિંદરમાં પોઢી ગયા હતા. ક્યાંક ક્યાંક વીજળી કડકવાના અવાજ સાથે ધીમા વરસાદમાં પડતાં નેવાંની બંબૂડીઓના અવાજ સિવાય બધું જ શાંત હતું. અચાનક ભેમો પોક મૂકીને રડતો હોય એવું લાગ્યું. હું સફાળો બેઠો થયો. અને બરાબર કાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરતો પથારીમાં બેસી રહ્યો. "હા લ્યા, આ તો ભેમો જ લાગે સે.. ચ્યમ રાડયો