ચમત્કારિક રૂદ્રાક્ષ - 3 (ભાગ-૩ સમજવા માટે શરૂથી ભાગ-૧ અને ૨ વાંચશો તો વાંચવાની મજા આવશે.) · એનો એક કિસ્સો કહું તમને...! અમારા ગામ સરખાડીમાં બહુ ઓછા લોકો માછલી પકડવાનું કામ કરતાં. દરિયામાં ખુબ અંદર જઇએ તો જ માછલીઓ જાળમાં આવતી. અને ખુબ અંદર જવામાં જોખમ રહેતું. એટલે બહુ ઓછા લોકો જ માછીમારી કરતાં. તે પૈકી એક માછીમાર એક દિવસ દરિયામાં જ્યારે માછલીઓ પકડવા ગયો ત્યારે તેની જાળમાં ફસાયેલી માછલીઓ પૈકી એક માછલીના મોંઢામાં કંઇક ફસાયેલું જોયું. તે કાઢવા જતાં તે માછીમારને વાગ્યુ અને તેનું લોહી એ પદાર્થ પર પડ્યું. તે પદાર્થના કારણે માછીમારને ઇજા થઇ છતાં તેણે તે