સપનાનાં વાવેતર - 18

(56)
  • 6.1k
  • 2
  • 4.2k

સપનાનાં વાવેતર પ્રકરણ 18અનિકેત પપ્પાની સામે જ જોઈ રહ્યો. એને પપ્પાની દિલેરી ગમી ગઈ. આજે પપ્પાએ સુરેશભાઈ ગોટેચા સાથે જે રીતે વાતચીત કરી હતી એનાથી પણ એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. પપ્પા પાસેથી ઘણું શીખવા જેવું છે.પપ્પા સાથેની વાતચીત પૂરી થઈ ગયા પછી અનિકેતે જૈમિન છેડાને ફોન કર્યો. " જૈમિન... સાંજે ૭ વાગ્યા પછી જરા મારા ઘરે આવી જજે ને. પપ્પાએ તને બોલાવ્યો છે. " અનિકેત બોલ્યો." અંકલે મને બોલાવ્યો છે ? પ્લોટની બાબતમાં કંઈ ગરબડ તો નથી ને ?" જૈમિન બોલ્યો. એ થોડો ટેન્શનમાં આવી ગયો. પ્રશાંત અંકલ બહુ મોટા માણસ હતા. આજ સુધી એમની સાથે એણે ડાયરેક્ટ