મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 13

  • 3.5k
  • 1.7k

પ્રકરણ ૧૩કવિતાને હવે ઘણું સારું હતું એટલે ડૉક્ટરે અમુક જરૂરી કાળજીઓ લઈને ઘરે જ આરામ કરવાનું કહ્યું. સાથે એક બે અઠવાડિયા ડ્રેસિંગ કરવા જવું પડશે એવું સૂચન પણ આપ્યું. મીનાબેન સોનુને શું કહેવું એ વિચારી મુંઝાઈ રહ્યાં હતાં. પરમ સમજી ગયો, "મમ્મી મૂંઝાશો નહિ, સોનુને કહીશું એની મમ્મી એક્ટિવા પર પતંગની દોરી આવી ગઈ હતી એટલે પડી ગઈ હતી. તું ચિંતા કરે એટલે ફક્ત મેલેરિયાનું કહ્યું હતું." કહી ફિક્કું સ્મિત આપ્યું. આલાપ અને જૈનિશ ઘરે આવવા નીકળ્યા. આલાપ બોલ્યો, " હજી થોડો થોડો ડર લાગ્યા કરે છે જૈનિશ, ક્યાંક કોઈ જોઈ ગયું હશે અથવા માયા સારી થઈ જાય અને પછી