છપ્પર પગી - 19

(18)
  • 4.1k
  • 2.8k

બિજા દિવસે સવારે પ્રવિણ અને લક્ષ્મી દૈનિક નિત્યકર્મ, સેવાપૂજા વિગેરે પૂર્ણ કરી તૈયાર થઈ ગયા. હિતેનભાઈ પોતાનુ ટીફીન તૈયાર થઈ ગયુ એટલે એ પણ પોતાની નોકરી પર જવા નિકળે છે.. તેજલબેનને આ લોકો જોડે શેઠના ઘરે જવાનું છે એટલે એ પણ તૈયાર થઈ જાય છે. લગભગ સવારે સાડા નવ જેવો સમય થયો છે..શેઠનો ડ્રાઈવર ભરત આ લોકોને લેવા માટે આવે છે, એટલે જતી વેળાએ લક્ષ્મી ફરીથી કુળદેવી મા ના દર્શન કરી ઘર બંધ કરી કારમાં બેસી શેઠને ઘરે જવા નિકળી જાય છે. શેઠ અને શેઠાણી આ લોકો આવે છે તો તેમના ચહેરા પર રાજીપો સ્પષ્ટ વર્તાય છે.. થોડી વાર શેઠનાં