સપનાનાં વાવેતર - 17

(59)
  • 6.9k
  • 3
  • 4.5k

સપનાનાં વાવેતર પ્રકરણ 17" કૃતિ તું તારા શરીરમાંથી બહાર આવી જા. મારે તારી સાથે વાતો કરવી છે. કૃતિ હું તને કહું છું. તું તારા શરીરમાંથી જલ્દી બહાર આવી જા." દીવાકર ગુરુજી કૃતિની આંખો ઉપર ત્રાટક કરીને સતત આદેશ આપતા હતા. એ પોતે પણ સૂક્ષ્મ અવસ્થામાં જ હતા. થોડી વારમાં જ કૃતિનો સૂક્ષ્મ દેહ શરીરથી છૂટો પડીને બહાર આવી ગયો અને ગુરુજીના સૂક્ષ્મ શરીર સામે ઉભો રહ્યો. "કૃતિ તું અત્યારે સૂક્ષ્મ અવસ્થામાં છે. તને તારા બધા જ પૂર્વ જન્મો યાદ છે. તું યાદ કર કે ગયા જનમમાં તું ક્યાં હતી ? તારે મુંબઈ થાણામાં રહેતા ધીરુભાઈની સાથે એવી તો શું દુશ્મની