છપ્પર પગી - 13

(16)
  • 4.4k
  • 3.2k

લક્ષ્મી જેવી ચાલીમાંથી નીચે ઉતરે છે અને આસપાસ જુવે છે તો ક્યાંય રીક્ષા કે પ્રવિણ દેખાતા નથી. લક્ષ્મી આજુબાજુ નજર ફેરવે છે… એને ચિંતા પણ થઈ કે મને જલ્દી નીચે ઉતરવાનુ કહ્યુ હતુ, પણ મારે બે પાંચ મિનિટ મોડું થયું…એમને ઓફિસ પહોંચવામાં મોડું થયું હશે અને નિકળી તો નહી ગયા હોય ને..! પછી એને વિચાર આવ્યો કે મારે મોડું થયુ તો ફરી મને બોલાવવા કે શોધવા ઉપર ગયા હોય..? એટલે એ ફરી પોતાની ચાલ તરફ જવા પાછળ ફરી પાંચેક ડગ માંડ્યાં હશે… તો પાછળથી અવાજ સંભળાયો… ‘લક્ષ્મી…. આવી જા..અહીં જ છું ઓટોરીક્ષામાં’ લક્ષ્મી ઉતાવળે પગલે પાછળ ફરી ઝડપથી રીક્ષામાં બેસી