વરદાન કે અભિશાપ (ભાગ-૨૫) (નરેશ અને સુશીલા ભારે હૈયા સાથે અલગ રહેવા જાય છે. એ વખતમાં એટલી બધી આવક ન હતી કે તેઓ બધી ઘરવખરી લાવી શકે. જેમ તેમ કરીને તેઓ ઘરનું ગાડું ચલાવે છે. મણિબેન ખાલી છોકરાઓને રાખતાં એ સિવાય તેમનો કોઇ સાથ-સહકાર નરેશ કે સુશીલાને મળતો નહિ. એવામાં જ અચાનક તેમનો દીકરો મયુર બીમાર થાય છે. તેને એટલો તાવ આવી જાય છે કે તેને દાખલ કરવો પડે છે. દેવીશક્તિ આવીને મણિબેનને જણાવે છે કે, નરેશ અને સુશીલા નવા ઘરમાં માટલી મૂકી પણ દેવીશક્તિની પૂજા કરવાનું ભૂલી ગયા. નરેશને પોતાની ભૂલ સમજાય છે. બીજા દિવસે તો જાણે ચમત્કાર