સંધ્યા - 20

  • 3k
  • 2
  • 1.8k

સંધ્યાના અને સુનીલના લગ્ન લખાઈ ગયા બાદ ઘરની બહાર જવાની વડીલોએ મનાઈ ફરમાવી દીધી હતી. આ તરફ સૂરજને તો કોચિંગ માટે જવું જ પડે આથી રશ્મિકાબેન એની ખુબ ચિંતા કરતા હતા. એનું મન થોડું સંકુચિત ખરું, આથી નેગેટિવ વિચાર એમના મનમાં તરત આવી જતો હતો. સૂરજ બહાર નીકળે તો એને ટોકતા પણ ખરા! સૂરજ એમની વાત અવગણીને પોતાનું કર્મ ખુબ લગનથી કરતો હતો. પંક્તિ પણ એમના વડીલોને માન આપીને બહાર નીકળતી નહોતી. એ ચારેય એમના આ દિવસોને ગણીગણીને વિતાવી રહ્યા હતા. લગ્ન લખાઈ ગયા હતા એટલે રોજ પરિવારના સભ્યો રાત્રે ગીત ગાવા માટે એકઠા થતા હતા. આ સમય દરમિયાન આખો