સંધ્યાએ સૂરજના હોઠ પરના પ્રથમ સ્પર્શને માણીને એણે સૂરજને પોતાના હાથેથી અળગો કર્યો હતો. સૂરજે સમયને ધ્યાનમાં રાખીને ઊંઘવા માટે સંધ્યાને જવા કહ્યું હતું.સૂરજ અને સંધ્યા બંન્ને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા, પરંતુ મન હજુ એકબીજાના સાનિધ્યમાં જ અટકી ગયા હતા. આજની રાત્રી બંનેને સરખી ઊંઘ આવી નહોતી. બીજા દિવસે બપોરે જમીને સંધ્યાને એના ઘરે સૂરજ મૂકી આવ્યો હતો. આ નવ દિવસ બંન્ને સાથે રહ્યા બાદ અલગ થવું બંન્ને માટે ખુબ કઠિન હતું.ચંદ્રકાન્તભાઈએ સૂરજ અને સંધ્યાની સગાઈનું એક વર્ષ થઈ ગયું હોવાથી હવે લગ્ન માટેનું મુરત કઢાવવા માટેની રજૂઆત કરી હતી. પંકજભાઈએ સંધ્યાને લગ્ન પછી પણ ભણવા માટેની અનુમતિ હોય