પંકજભાઈની વાત સાંભળીને દક્ષાબહેનને પણ રાહત થઈ હતી. એમને સૂરજ પસંદ હતો જ અને સંધ્યામાં આવેલ અમુક દિવસોનું પરિવર્તન એમના ધ્યાનમાં હતું. આ પરિવર્તનમાં એ ખુબ જ ખુશ જણાઈ હતી, આથી દીકરીની ખુશી સામે બીજી બધી જ વાતો ગૌણ હતી. આ સંવેદનશીલ વાત પત્યાબાદ સંધ્યાના મનનો ભાર ખુબ જ હળવો થઈ ગયો હતો. સંધ્યાએ સુનીલ તરફ નજર કરી હતી. સુનીલના ચહેરાની રાહત સંધ્યાએ અનુભવી હતી. એને મનોમન વિચાર્યું કે, સુનીલે કેટલી સરળતાથી આખી ગંભીર વાત રજુ કરી દીધી હતી. બંન્નેએ એકબીજા સામે હળવું સ્મિત વેર્યુ હતું. બધા ઊંઘવા માટે પોતપોતાના રૂમમાં ગયા હતા. સંધ્યાએ મોઢું ધોયું અને એ સુનીલના રૂમમાં