સંધ્યા - 16

(11)
  • 3.2k
  • 3
  • 1.9k

સૂરજના મેસેજ વાંચીને સંધ્યા ખુબ જ દુવિધામાં મુકાઈ ગઈ હતી. એને ક્ષણિક તો એમ જ થઈ ગયું કે, મેં જીવનસાથી પસંદ કરવામાં ખોટી ઉતાવળ તો નથી કરીને! એ આવું વિચારીને સાવ ચૂપ જ થઈ ગઈ હતી. આ તરફ સંધ્યાના જવાબની રાહમાં સૂરજ વિચારોના ચકરાવમાં ઘુમેરાઈ રહ્યો હતો. એને એટલી બધી તકલીફ થઈ રહી હતી કે જેની સંધ્યાને કલ્પના જ નહોતી. સૂરજ આટલું જલ્દી એમની વાતને વડીલો સામે રજુ કરશે એની સંધ્યાને કલ્પના નહોતી. બંને પોતાની જગ્યાએ બરાબર જ હતા. પણ એકબીજાને સમજવામાં સહેજ ખોટા પડ્યા એ બંનેથી સહન થઈ રહ્યું નહોતું. સંધ્યાએ ખુબ વિચારીને સૂરજને મેસેજ કર્યો, "હું આપણા સબંધ