ભૂતનો ભય - 19

  • 3.2k
  • 2
  • 1.3k

ભૂતનો ભય 19 - રાકેશ ઠક્કર ભૂતની ચુંગલ શહેરમાંથી સ્ત્રીઓ ગૂમ થવાની ફરિયાદો વધી રહી હતી. પોલીસે રાત્રિની જેમ દિવસે પેટ્રોલીંગ વધારી દીધું હતું. સ્ત્રીઓનું અપહરણ થતું હતું કે કોઈ પ્રેમમાં લલચાવી- ફોસલાવી લઈ જતું હતું એનો પોલીસને ખ્યાલ આવતો ન હતો. પોલીસ બરાબર મૂંઝાઇ હતી. પોલીસને ખબર ન હતી કે એક ભૂત શહેરની સ્ત્રીઓને પોતાનો શિકાર બનાવતું હતું. ભૂતે શહેરની સીમા પૂરી થાય અને ગામની સીમા શરૂ થાય ત્યાં બ્યુટીપાર્લર બનાવ્યું હતું. ભૂત ત્યાં નિત્યા નામની સ્ત્રીના રૂપમાં રહેતું હતું. દર પંદર દિવસે એને માનવ લોહી પીવાની જરૂરિયાત પડતી હતી. એ દર પંદરમા દિવસે કોઈ સ્ત્રી ગ્રાહકનું લોહી પીને