સંધ્યા - 14

(11)
  • 3.3k
  • 4
  • 1.9k

સૂરજ જેવો બહાર નીકળ્યો કે, તરત સંધ્યાએ સૂરજનું વિઝિટિંગ કાર્ડ જોયું, નંબર જોઈને એને તરત જ પોતાના મોબાઈલમાં એ નંબર સેવ કરવાનું મન થયું હતું. એ નંબર સેવ કરવા જતી જ હતી ત્યાં જ એને સુનીલનો ચહેરો નજર સમક્ષ દેખાયો હતો. સંધ્યાના હાથ અચાનક નંબર સેવ કરતા અટકી ગયા હતા. સંધ્યાને પહેલા સુનીલ સાથે વાત કરવાનું યોગ્ય લાગ્યું હતું. સંધ્યાના હાથમાં હજુ મોબાઈલ હતો. સંધ્યાનું ધ્યાન પોતાના ગ્રુપના મેસેજના નોટીફીકેશન પર ગયું હતું. એને ગ્રુપ ખોલ્યું, એના અચરજનો પાર નહતો. ગ્રુપમાં બધાએ એટલી બધી મસ્તી મજાક કરતા મેસેજ કર્યા હતા કે સંધ્યા વાંચતા રીતસર ખડખડાટ હસી રહી હતી. એને અડધી