લલિતા - ભાગ 2

  • 3.5k
  • 2k

અર્જુનની નજર પેલી સાવ ગરીબની ગાય જેવી દેખાતી લલિતા ઉપર પડે છે પહેલાં તો દૂરથી જોતાં વેંત જ અર્જુન વિચારે છે કે 'હું ના પાડી દઉં. આ તો સાવ સિમ્પલ અને ઓલ્ડ ફૅશન છે. છોકરાને જોવા આવવાનાં હોય ત્યારે આવી રીતે કોણ તૈયાર થઈને આવે! જવા દે, છોકરીને મળીને અને વાત કરીને ના પાડીશ તો છોકરીની આબરૂ જશે. તેના કરતાં અત્યારે અહીંથી જ બહાનું આપીને નીકળી જાઉં તે જ બરાબર રહેશે.' આટલું વિચારીને અર્જુન તેના ભાઈને વાત કરવા જ જાઈ છે ત્યાં તેના ભાભી કરુણા બોલી ઉઠે છે, ' અર્જુન ભાઈ, જલ્દી કરો. ઘરે મમ્મી અને પપ્પા તમારાં પાછા આવવાની