સૂર્યાસ્ત - 5

  • 2.3k
  • 1
  • 1.1k

બે હજાર નવનો નવેમ્બર મહિનો શરૂ થયો.સૂર્યકાંતને શરીરમાં વધુ નબળાઈઓ દેખાવા લાગી.સૂર્યકાંત.જે અત્યાર સુધી બે પગે અડીખમ ચાલતા હતા.એ હવે ત્રણ પગે એટલે કે લાકડી ના ટેકે ટેકે ધીમે ધીમે ચાલવા લાગ્યા. નવેમ્બર મહિનાની દસ તારીખે રાતે ધનસુખે પોતાની પત્ની પ્રિયાને કહ્યુ. "પ્રિયા તને યાદ છે? બાપુજી નો સોળ નવેમ્બરના જન્મદિવસ છે." "હા મને યાદ છે." પ્રિયા એ કહ્યું. "પ્રિયા હું બાવન વર્ષનો થયો.પણ મેં ક્યારેય બાપુજીને હેપી બર્થ ડે પણ વિશ નથી કર્યું." ભીની આંખે ધનસુખ બોલ્યો.પ્રિયા પોતાના પતિના ચહેરાને જોઈ રહી. અને હવે આગળ શું બોલે છે એની એ રાહ પણ જોઈ રહી હતી.ધનસુખ આગળ બોલ્યો. "મારી ઈચ્છા