પ્રેમ - નફરત - ૧૦૨

(29)
  • 3.6k
  • 3
  • 2.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૨લખમલભાઈએ બાજુમાં પડેલા ગ્લાસમાંથી પાણી પીધું અને આગળ વધ્યા:‘જશભાઈએ જ્યારે મને કહ્યું કે કંપનીમાં ધમાલ થઈ અને રણજીતલાલનું મોત થયું એ પછી હું નીકળી ગયો હતો. પાછળથી મને જાણવા મળ્યું કે તમે એક માણસને હાથો બનાવીને રમત રમી ગયા હતા. જશભાઈએ જ્યારે મને મેનેજર મનોજ શિંદેનું નામ આપ્યું ત્યારે મને નવાઈ લાગી. શિંદે મારા નામ પર બધું કામ કરાવતો હતો. પણ એ ખોટું કામ કરતો અને કરાવતો હતો એની પાછળથી ખબર પડી હતી. મેનેજરને રણજીતલાલ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. એણે કંપનીનું વાતાવરણ બગાડવાની કોશિશ કરી હતી. કંપનીમાં ધમાલ થઈ અને આગનો બનાવ બન્યો