છપ્પર પગી - 12

(14)
  • 4.7k
  • 3.2k

હે…આપણે લક્ષ્મીને દત્તક લઈ લઈએ તો..! મને આ વિચાર આવ્યો પછી જ થોડી શાંતી થઈ… લક્ષ્મીને પણ હું કહી આવી કે આવતીકાલે સુખનો સૂરજ ઉગશે… ચિંતા ન કરતી… તમે શું ક્યો છો.. મને ક્યો ને જલ્દી…!તેજલબેનના પતિ હિતેનભાઈએ એક નિસાસા સાથે અને પછી થોડું વિચારીને કહ્યુ, ‘લક્ષ્મીની મને પણ બહુ જ ચિંતા થાય છે, એનું આ દુનિયામાં પ્રવિણ અને આપણાં સિવાય કોણ છે..! ભગવાને પણ આટલી નાની ઉંમરમાં આખા આયખાંની કસોટી આપી દિધી...આપણે પણ એ વખતે આવું ન બન્યું હોત તો આજે લક્ષ્મીની ઉંમરનું સંતાન હોત જ ને..! મને સંપૂર્ણ હમદર્દી છે જ… પણ તેજલ… આપણી એક નાની ખોલી..અને પછી