લવ યુ યાર - ભાગ 30

(17)
  • 5.5k
  • 3
  • 4k

સાંવરી મીત ઉપર મીઠો ગુસ્સો કરીને તેને કહી રહી હતી કે, "મારે તો અત્યારે દીકરી પણ નથી લાવવી કે દીકરો પણ નથી લાવવો..."અને મીત કહી રહ્યો હતો કે, મારે તો ખૂબ જલ્દીથી દીકરી જ જોઈએ છે અને તે પણ બિલકુલ તારા જેવી અને મીતે સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા...હવે આગળ...સૂર્યના ઉગતા કિરણો મીતના આલિશાન બંગલાની વિશાળ બારીના આછાં ગુલાબી રંગના રેશમી પડદામાંથી અંદર બેડરૂમમાં ડોકાઈને જાણે સાંવરી અને મીતના સહિયારા લગ્નજીવનની ઝાંખી કરી રહ્યાં હતાં અને મીતને ઉંઘમાંથી ઉઠાડવાની કોશિશ કરી રહ્યા હતા. સાંવરીની સવાર તો સૂર્યના આછેરા અજવાળે પરોઢિયે થોડી વહેલી જ થઈ જતી