પ્રેમ સમાધિ - પ્રકરણ -20

(32)
  • 4.5k
  • 4
  • 2.4k

કલરવ એનાં પાપાનો મોબાઇલ ફોન હાથમાં લઇ અંધારામાં ચાલુ કર્યો. એમાં બધુ જોવા લાગ્યો. એણે કુતુહલ વશ ફોન નંબર જોવા માંડ્યા.. એ મનમાં બબડ્યો પાપાનો ફોન તો સાવ સાદો છે આમાં બીજા કંઈ ફીચર્સજ નથી માત્ર વાત કરવાનાં જ કામમાં આવે. છતાં એનાં હાથમાં મોબાઇલ છે એ જણીનેજ ઉત્તેજીત હતો. કલરવે ફોન લીસ્ટમાં બધાં નંબર જોવા લાગ્યો એ સ્ક્રોલ કરી રહેલો. ઘણાં અજાણ્યાં નામ હતાં એ કોઇને ઓળખતો નહોતો ત્યાં એનાં ધ્યાનાં નંબર આવ્યો.. મધુ ટંડેલ.... પછી આગળ જોવા લાગ્યો... રાજુ નાયકો.... આગળ જોયું વિજય ટંડેલ.... એમની ઓફીસનાં બીજા માણસો હશે ? એ આ ત્રણ નામ સિવાય કોઇને નહોતો ઓળખતો...