પ્રેમ સમાધિ - પ્રકરણ -19

(37)
  • 3.9k
  • 2
  • 2.6k

રોઝી વિજય ટંડેલને કરગરી રહી હતી એ છેલ્લે બોલી કે “હું એટલી નીચ કે લાલચી નથી કે મારાં માણસને ખોઇ બેસું એવાં ગોરખધંધા કરું મારી કુમળી વયની છોકરી સાધુ પાસે છે એ મજબૂરીએ હું..... માફ કર વિજુ......”. વિજય ટંડેલ રોઝીની સામે જોઈ રહ્યો હવે એને થોડો ભરોસો પડી રહેલો... એણે રોઝીને કહ્યું જો તું ખોટી નીકળી તો સાચેજ માછલીઓનો ખોરાક બનાવી દઇશ. અમે શીપ લઇને નીકળીએ... દિવસો અને મહિના દરિયો ખેડીયે ... ખૂબ પરિશ્રમ કરીએ બધા જોખમ ઉઠાવીએ લાંબા સમય સુધી ઘરવાળાનું મોઢું નથી જોતાં એટલે તારાં જેવીને અમારાં મનોરંજન માટે સાથે રાખીએ. મેં તને ક્યારે ખોટ સાલવા દીધી