પ્રેમ સમાધિ - પ્રકરણ -17

(29)
  • 3.8k
  • 3
  • 2.5k

શંકરનાથ સડસડાટ ઘરની બહાર નીકળી ગયાં અને કલરવ અને ઉમાબહેન એમને અંધારામાં જતાં ઓળાની જેમ જોતાં રહ્યાં. એ દેખાતાં બંધ થયાં અને ઉમાબહેને નિસાસો નાંખી કહ્યું બેટા કલરવ ચાલ બારણા બંધ કર તારાં પાપા ગયાં છે ખૂબ જોખમી કામ પર.. અહીં રહી આપણે માત્ર પ્રાર્થનાજ કરી શકીશું બાકી બધુ મહાદેવનાં હાથમાં છે અડધી રાત વિતી ગઇ છે. પથારીમાં હવે પડખાંજ ઘસવાનાં છે નીંદર વેરાન થઇ છે એ પાછા નહીં આવે ત્યાં સુધી આ આંખમાં નીંદર નહીં આવે...” કલરવ શાંતિથી સાંભળી રહેલો એણે બારણું બંધ કર્યું અને બંન્ને જણાં ઘરમાં આવ્યાં. કલરવે કહ્યું “માં તુ આટલી ચિંતા ના કર. જો તને