પ્રેમ સમાધિ - પ્રકરણ -16

(31)
  • 3.9k
  • 4
  • 2.7k

અરે સાધુનાથ તમે એકવાર મને કામ સોંપ્યુ 50 રકમ મને મળી ગઇ પછી જવાબદારી મારી તમે નિશ્ચિંત રહો.. એમ કહી મધુ ટંડેલ ખડખડાટ હસ્યો. એનાં મોઢામાં રહેલી તમાકુને બહાર થૂંકી આગળ બોલ્યો આટલાં વરસોથી મારી પ્રેક્ટીસ છે પોસ્ટખાતામાં હવે મારું વર્ચસ્વ ચાલશે બસ આજનો દિવસ વીતી જવા દો... પેલો બામણ ગોટે ચઢી જશે પૂરો બંદોબસ્ત કર્યો છે પેલાં વિજયનું કઈ ચાલશે નહીં..” એમ કહી ખંધું હસ્યો. એય મધુ આમ વધુ પડતાં આત્મવિશ્વાસમાં ના રહીશ વિજય કાચી ગોળીઓ નથી ખાતો આજે મારું કામ તે સલામત રીતે પુરુ કર્યું તો 50 બીજું પેમેન્ટ અને ગ્રાન્ડ પાર્ટી આપીશ. અમારાં ઉત્તરપ્રદેશમાં... છોડ મારી સંસ્કૃતિ