ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 4

  • 2.6k
  • 1.1k

(અગાઉ આપણે જોયું કે ભમરાજીથી ગામ આખુંયે ડરતું હતું. ચંદુને એમના પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. મેં એ ગુસ્સાનું કારણ પૂછતાં ચંદુએ કહેવાનું ચાલું કર્યું. હવે આગળ..) . . ********** "આ ભમરાએ અમને બઉ જ હેરોન કર્યા સે માસ્તર. મારું હેંડે તો ઈને એક મિલિટ ગોમમોં નો રે'વા દઉ." ચંદુ ગુસ્સામાં બોલતો હતો. ચંદુની વાતોથી પથુને નવાઈ લાગી. બોલ્યો, "ચ્યમ લ્યા, ઈમને તારું સું બગાડ્યું સે કે તું ઓમ વાતોમોંને વાતોમોં ભમરાજીને ગાળ્યો બોલે સે..? " "અલ્યા તુંયે શોંતિ રાખને પથલા.. ઓમ વચમોં ચ્યોં કૂદી પડવાની જરૂર સે તારે..? મું એ તો પૂસું સું ચંદુને. હોંભળને શોંતિથી ભઈ.." મને