સૂર્યાસ્ત - 4

  • 2.1k
  • 1
  • 1.1k

સૂર્યાસ્ત ૪ દાદા અને પૌત્ર પ્રધાન ડોક્ટરની ક્લિનિકે પહોંચ્યા.ડોક્ટર સુલતાન પ્રધાન ભારતના નિષ્ણાંત કેન્સરના સ્પેશલિસ્ટ છે.એમણે ચેક કરીને તર ત જ કહી દીધું કે. "મિસ્ટર સૂર્યકાંત.તમને કેન્સર છે.અને એનુ તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે..બોલો ક્યારની તારીખ આપુ." "જી.ડૉકટર સાહેબ.હું મારા ઘરે ડિસ્કસ કરીને તમને જણાવુ."સૂર્યકાંતે ધીમા સુરે કહ્યુ. "ભલે.પણ જેમ બને એમ જલ્દી નિર્ણય લેશો." ડોક્ટર પ્રધાને કહ્યુ. સૂર્યકાંતે જ્યારે ઘરે આવીને ધનસુખ.અને મનસુખ ને આ વાત કરી તો એ બંને ભાઈઓ બાપુજી ને કેન્સર જેવી ગંભીર થઈ છે એ સાંભળી ને સાવ ઢીલા ઢફ થઈ ગયા. ઉલટા નું સૂર્યકાંતે એ બંને દીકરાઓને હિંમત આપતા કહ્યું. "અરે.તમે આમ ઢીલા કાં પડી