છપ્પર પગી - 11

(14)
  • 5k
  • 3.5k

લક્ષ્મી પોતાની ખોલીમાં જાય છે, પણ એક મોટી દ્વિધા લઈને કે શું કરવું હવે …? પ્રવિણને આવવાની હજી થોડી વાર હોય છે. લક્ષ્મી દડ દડ પડતા આસુની ધારા સાથે એની કુળદેવી મા હરસિદ્ધીના ફોટા સામે માથું મુકીને સુઈ રહે છે. એ સતત વિચારી રહી છે, ગડમથલ એનાં દલોદિમાગ પર હાવી થઈ જાય છે… ક્યારેક વિચારોમાં દિલનું આધિપત્ય તો ક્યારેક દિમાગનું આધિપત્ય સામ્રાજ્ય જમાવી બેસે છે. એનું દિલ તો માનતું જ નથી કે માત્ર પોતાનો સ્વાર્થ વિચારીને કોઈ નિર્ણય કરે, પણ હવે એનો દિમાગ પણ એવોજ વિચાર કરે છે… ‘લક્ષ્મી…. તને ઘરેથી કાઢી મૂકવામાં આવી તો ચાર ડગલાં આગળ ક્યાં ભરવા