પ્રેમ કરતાં પહેલાં, પ્રેમ કર્યા પછી

  • 2.2k
  • 1
  • 782

પ્રેમ કરતાં પહેલાં, પ્રેમ કર્યા પછીએક વ્યક્તિનો બીજી વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ કદી જાહેર ન હોઈ શકે. જ્યારે એ જાહેર બને છે ત્યારે એ પ્રેમ ન મટીને દેખાડો બની જાય છે. બે વ્યક્તિ મળે અને એક સંબંધ બંધાય ત્યારે એમાં પવિત્રતા વિના બીજું કશું જ સંભવી ન શકે. એ સંબંધ લગ્નમાં પરિણમે કે ન પરિણમે એનું બહુ મહત્ત્વ નથી.માણસ શા માટે પ્રેમમાં પડતો હશે? એક અનંત પ્રશ્ન છે. જવાબ મેળવવાનો પ્રયાસ કરતાં પહેલાં એક વાત. લેખક મનોહર શ્યામ જોશીએ એક મુલાકાતમાં કહ્યું હતું, “જેની સાથે બૌદ્ધિક અથવા માનસિક નિકટતા અનુભવતા હો અને જેની સાથે લાગણીની નિકટતા અનુભવતા હો તેની સાથે શારીરિક