સપનાનાં વાવેતર - 15

(66)
  • 6.5k
  • 4
  • 4.6k

સપનાનાં વાવેતર પ્રકરણ 15દસ લાખનો ચેક હાથમાં આવતાં શ્રુતિ એટલી બધી ઉત્તેજિત થઈ ગઈ કે ચેક બાજુમાં મૂકીને એ બેડ ઉપર બેઠેલા અનિકેતને વળગી પડી. એના ધક્કાથી અનિકેત બેડ ઉપર આડો પડી ગયો. શ્રુતિએ એને વહાલથી બે ત્રણ કિસ કરી દીધી. શ્રુતિના અચાનક હુમલાથી એ ડઘાઈ ગયો. શ્રુતિના આખા શરીરનું વજન એના ઉપર આવી ગયું હતું અને એના શ્વાસોશ્વાસ અનિકેતના ચહેરા ઉપર અથડાતા હતા. અનિકેત માટે સંયમ રાખવો ખૂબ જ અઘરું કામ હતું !! છતાં એણે સંયમ રાખ્યો. રોજ એ હનુમાન ચાલીસાની ત્રણ માળા કરતો હતો એની એને મદદ મળી. એણે પોતાના બંને હાથથી શ્રુતિને ઉભી કરી અને પોતે પણ