ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 1

  • 4.4k
  • 2.2k

"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું સે લ્યા..? " "જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?" "ના, ઈમ નઈ. પણ મું આવી વાતોમોં નહીં મોનતો. અન હોય તો મને ચમ નહીં દેખાતું.?" "આવુ અભિમોન હારુ નઈ હો લ્યા ચંદુ.. કોક દાડો હોમે ભડઈ જયા, એ દાડે બધું અભિમોન ચેડેથી નેકળી જાસે પાસું.." "અલ્યા, ઓમોં અભિમોનની વાત નહીં પથલા. પણ જે હકીકત હોય એ તો સ્વીકારવી જ પડે ને..! ચ્યમ લ્યા માસ્તર, મારું કે'વું હાચું સે કે ખોટું..?" પથુ, ચંદુ અને હું ત્રણ જણા