સંધ્યા - 13

(14)
  • 3.5k
  • 2k

સંધ્યાને આમ અચાનક એનું ગ્રુપ સામેથી આવતું દેખાયું, એટલે એ જ્યાં હતી ત્યાં જ ઉભી રહી ગઈ હતી. બધાના ચહેરા જોઈને સંધ્યા વિચારમાં પડી ગઈ કે, આ લોકો બધા ભેગા થઈને ફરી મારી ફીરકી લેવાના કે શું? અમુક સેકન્ડમાં તો સંધ્યાએ કેટલું બધું વિચારી લીધું હતું. હજુ એ કંઈ વધુ વિચારે ત્યાં સુધીમાં આખું ગ્રુપ એની સમીપ પહોંચી જ ગયું હતું."આજ તારા માનમાં કલાસ બંક.. ચાલ આજ આપણે ભણવું જ નહી." આવુ કહી અનિમેષે સંધ્યાને અચરજમાં મૂકી દીધી હતી."શું કહે છે તું? કેમ ભણવું નહીં? અને તમે બધા પણ અનિમેષનું માનીને એની સાથે જોડાય ગયા? ના, એમ ન ચાલે ભણવું