અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 6

  • 3.2k
  • 1.4k

આપણું ધાર્યું થતું નથી, જગતમાં ધાર્યું ધણીનું થાય!ભટકી ભટકીને આખરે માનવી હરિ શરણે જ જાય...મારા શોખને લીધે તમારી ઉંઘ બગડી, એ માટે માફી તો મારે માંગવી જોઈએ.. હું ચા લઈ આવું, એમ કહી તે રસોડામાં જતી રહી..આથી હિમેશ પણ તેની પાછળ પાછળ રસોડામાં ગયો! તેને કહ્યું: "મારે ચા નથી પીવી.. પ્લીઝ, આ વાત પડતી મૂકીએ.. ગુસ્સો છોડી મારી સાથે વાત કર..હું ગુસ્સો નથી કરતી, પણ હવે આ વિશે મારે કોઈ ચર્ચા કરવી નથી.. હું સવારના મૂડને બગાડવા માંગતી નથી.. એક પાગલ સાથે વાતો કરશો તો તમારી ઈમેજ ખરાબ થશે.. આઈ એમ સોરી... તમે માફી માંગી, મને શરમમાં મૂકો છો.. હું