નિલક્રિષ્ના - ભાગ 6

  • 2.3k
  • 854

આગળ આપણે જોયું કે,રોજ વહેલી સવારે હેત્શિવા મહાદેવની પૂજા આરાધનામાં લીન થઈ જતી હતી‌.અને એજ રીતે સાંજના સમયે પણ મહાદેવની આરતી પૂજા એ કરતી હતી. સાંજનો સમય થવા આવ્યો હતો.અને ધરાની આંખ સામે થોડુ અંધારું પણ વધવા લાગ્યું હતું.ધરા લપાતી છૂપાતી રેતમહેલના ખૂણે ખાચકે આગળ વધી રહી હતી. સાંજ પડતાં એનાં ચહેરા પર ગભરામણ અને ડરે પણ જગ્યા લઇ લીધી હતી.કેમ કે,સમુદ્રમાં અંધારું વધી રહ્યું હતું,અને અન્ય જળચર પ્રાણીઓનો એને ડર લાગવા મડયો હતો. અત્યારે હેત્શિવા પૂજા ઘરમાં હોવાથી બધી સ્ટાર ફીસ એ તરફ હતી.તેથી એ બાજુ અજવાળું દેખાતું હતું. ધરા પણ એ તરફ અજવાળું દેખાતાં ઉતાવળે દરિયાની લહેરો સાથે