નિલક્રિષ્ના - ભાગ 5

  • 2.5k
  • 1.1k

આંખોથી જ્વાળામુખી ઝરતા હતાં,ને મુખેથી ભાવો વીસરતા ન હતા,એવી એક શિવભક્ત રાક્ષસી હેત્શિવાનુ વિકરાળ સ્વરૂપ ધરાની નજર સામું દેખાય રહ્યું હતું. "ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય !" શિવ મંત્રનો એકધારો ધ્વનિ એવી રીતે ગૂંજી ઉઠ્યો હતો કે,એક મંત્ર જાણે ચાર વાર ઉત્પન્ન થતો હોય એમ પડઘાં પડી સંભળાવા લાગ્યો હતો.એનાં અવાજમાં ધણો જોમ અને જુસ્સો દેખાતો‌ હતો.નિત્ય-નિરંતર મંત્રોનો જાપ કરી એ મહાદેવ સાથે રેતમહેલમાં રહીને પણ જોડાયેલી હતી. થોડું આગળ ખસી ધરાએ જોયું તો ખબર પડી કે,હેત્શિવાનુ મસ્તક શિવમાં લીન પૂજા આરાધના કરી રહ્યું હતું,અને એનું ધડ રેતમહેલના સર્વ રાક્ષસી