એ કોણ હતાં? - 3

  • 2.2k
  • 780

આટલી મોડી રાત્રે વિરાન જેવા સ્થળે અચાનક જ દૂર કોઈ ઘૂઘરૂં વાગતું હોય એવો અવાજ આવવા લાગ્યો. ધીરે ધીરે તે અવાજ મોટો અને સ્પષ્ટ થતો ગયો. મનમાં ગભરાટ અને શરીરમાં પરસેવો છૂટવા લાગ્યો. રસ્તા પર કૂતરું પણ નથી દેખાતું ત્યાં આવા પ્રકારનો અવાજ અને તે પણ મધ્ય રાત્રીના સમયે એ વિચાર જ કંપારી કરાવવા માટે પૂરતો હતો. હૃદયમાં ધ્રાસકો પડવા લાગ્યો. ઇન્દુબેન જલારામ બાપ્પાના ભક્ત હતાં એટલે એમણે તો તરત આંખ બન્ધ કરીને જલારામનું સ્મરણ કરવાનું શરૂ કરી દીધું. અચાનક જ અવાજ આવતો બન્ધ થઈ ગયો પણ...અવાજ આવતાં બન્ધ થઈ જતાં દરેકે હાશકારો લીધો. જ્યંતભાઈ બોલ્યા, 'બોલો હવે શું કરવું