સાજીશ - 12 - છેલ્લો ભાગ

(62)
  • 5k
  • 7
  • 2.3k

૧૨. સાજીશનો સૂત્રધાર... ! નાગપાલ ખુશખુશાલ  ચહેરે પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ‘પુત્તર... !’ એણે પોતાની સામે બેઠેલા દિલીપ સામે જોતાં પ્રસન્ન અવાજે કહ્યું, ‘તેં ખરેખર એક અદ્ભુત સફળતા મેળવી છે... ! આ જો... આજનાં તમામ અખબારો તારાં જ વખાણથી ભરેલાં છે. તારે કારણે આજે ફરીથી એક વાર સમગ્ર ડિપાર્ટમેન્ટની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા છે.' કહીને એણે દિલીપની સામે ટેબલ પર જુદાં જુદાં અખબારો ગોઠવી દીધાં. બધાં અખબારોનાં પહેલાં જ પાનાં પર દિલીપના ફોટા સહિત એણે ઉકેલેલા કેસની વિગતો છપાઈ હતી. ‘થેંક યૂ અંકલ... !' દિલીપ અખબારો પર ઊડતી નજર ફેંકતાં બોલ્યો. ‘એટલું જ નહીં... !’ નાગપાલે પૂર્વવત્ અવાજે કહ્યું,