સપનાનાં વાવેતર - 14

(69)
  • 7.7k
  • 3
  • 4.7k

સપનાનાં વાવેતર પ્રકરણ 14" હવે તમે બે કલાક આરામ કરી લો. અમારું આખું રાજકોટ આમ પણ બપોરે બે ત્રણ કલાક આરામ જ કરે છે. " હરસુખભાઈ હસીને બોલ્યા.અનિકેત અને કૃતિ જમીને બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યાં ત્યારે હરસુખભાઈ ફેક્ટરીએથી ઘરે આવી ગયા હતા. "હા મારા દાદા પણ કહેતા હતા કે રાજકોટનું માર્કેટ બપોરના સમયે સંપૂર્ણપણે બંધ હોય છે. ગમે તેવું કામ હોય પણ બપોરે બંધ એટલે બંધ !"અનિકેત બોલ્યો."રાજકોટની એ તાસીર છે. આવી બાદશાહી તમને બીજા કોઈ શહેરમાં જોવા ન મળે. " હરસુખભાઈ બોલ્યા. "કૃતિ જમાઈને તારા બેડરૂમમાં લઈ જા અને તું પણ આરામ કર. અને પપ્પા તમે જમવા બેસી જાવ.