નિશાચર - 21

  • 1.7k
  • 810

નિર્ણય લેવાઈ ગયો હતો. સાવચેતીઓ લેવાઈ ગઈ હતી. કશાની પણ અવગણના કરવામાં આવી નહોતી. તક મળ્યે પેાલીસ કાતિલોને પકડવા કે મારી નાખવા માટે તૈયાર હતી. જેસી વેબ વાલીંગ્સના મકાનની પૂર્વે સીડી ચઢીને છાપરા ઉપર ગયો હતો જ્યારે ટોમ વીન્સ્ટન અને કારસને વેલીગ્સ દંપતિને બેજ બતાવી શું થઈ રહ્યું હતું તેનો આછો ખ્યાલ આપ્યો હતો. છાપરાના આગલા ખૂણેથી તે હીલાર્ડ ના મકાનને સારી રીતે જોઇ શકતો હતો. બાજુનું બારણું, બાજુનું મેદાન, આખો ડ્રાઈવ-વે. એક કલાક પછી એફ સ્ટેટ ટુપર અને જેસોની એફિસનો એક માણસ ટેલીવીઝન ઇન્સ્ટોલેશન એન્ડ રીપેર ટ્રકમાં વેપારીના ડ્રેસમાં સજ્જ બની બેઠા બેઠા વોલીંગ્ઝના મકાનમાં જવાની રાહ જોતા હતા.