નિશાચર - 22

  • 1.8k
  • 1
  • 726

પાંચ મીનીટ પછી ટોમ વીત્સ્યને તેની ઓફિસેથી રેડીયો દ્વારા વોલીંગ્ઝના છાપરા ઉપર મૂકવામાં આવેલા એક નવા એફબીઆઈ એજન્ટ સાથે સંપર્ક સાધ્યો. મર્ક નામનો આ એજન્ટ નીચે ઉતરી ગયો અને લોનમાં ચોકી ભરતા જેસી વેબને ઈશારો કર્યાં. જેસી મકાનના આગલા ભાગને ટેકવેલી સીડીના ટોચના પગથીયા ઉપર ઉભો ઉભો હીલાર્ડ ના મકાનની બારીઓની ચોકી ભરતો હતો. સીડી વોલીંગ્ઝના મકાનના છાપરાથી પણ ઉંચી હતી. જેસીએ પીળો પોશાક પહેર્યો હતો અને તે ટેલીવીઝનનું એરીયલ બેસાડતા બે મદદનીશોને સૂચના આપી રહ્યો હતો. પરંતુ વાસ્તવમાં તે હીલાર્ડ ના મકાન ઉપર નજર રાખી રહ્યો હતેા. તે સીડી ઉતર્યો અને બાજુના બારણામાં થઈને વોલીંગ્સના ઘરમાં જઈને મર્કને મળ્યો.