નિશાચર - 19

  • 1.5k
  • 640

૨:૧૫ વાગે ચક રાઇટ, બારણે ટકોરા પડતાં અર્ધ બેભાન અવસ્થા જેવી ઉંધમાંથી જાગી ગયો. સતત ઠોકાતાં જતાં બારણાના અવાજથી તે ઉભો થઈ ગયો અને બારણું ખેાલતાં પહેલાં દિવાલની લાઈટ ચાલુ કરી. બારણું ખોલ્યું તો ડેપ્યુટી શેરીફ જેસી વેબ નજરે પડયો. ‘મને ઉંધ ના આવી, મિ. રાઇટ,’  જેસીએ રૂમની અંદર પગ મૂકતાં કહ્યું,  ‘મને લાગે છે તને પણ ઉંધ આવી નથી.’ જેસીએ તૂટી ગયેલા ટેબલલેમ્પને જોયો.  ‘ઘણો ગરમ થઈ ગયો લાગે છે તું?’ ‘તું જાણે છે તેા પછી પૂછે છે શા માટે?’ ‘આ એક ગમે એવી વાત કરી. મધરાતે મૈત્રી ભાવભર્યો સહકાર.'  તે પલંગની ધારે બેઠો.  ‘અમે ધીમા છીએ, મિ. રાઈટ.