અને તે ખીસામાંથી એક પછી એક વસ્તુ કાઢી અંધારામાં ટેબલ ઉપર મૂકવા લાગ્યો. અચાનક તેના હાથમાં એક વસ્તુ આવતાં તે થોભી ગયો. ઓફિસમાં તે સીન્ડીને આપવાનું ભૂલી ગયેા હતેા તે એ ચાવી હતી. હીલાર્ડના ઘરના પાછલા બારણાની ચાવી. તે એની ભીની હથેળીમાં ચાવીને મજબુત પકડી રહયેા. તેના મગજમાં એક વિચાર સ્ફુરી રહયો: કોઈ રીતે, કોઈ રસ્તે, તે આ ચાવીનો ઉપયોગ કરી શકે તેમ હતો? એક વાગ્યા હતો. ડેન હોલાર્ડ પલંગની બાજુમાં રાખેલા ટેબલ ઉપર પડેલા ઘડિયાળના ચમકતા ડાયલને જોઈ રહ્યો. ટપાલમાં પૈસા આવવાને હજી સાડા આઠ કલાકની વાર હતી પછી તે એકેએક મીનીટ ગણી રહ્યો હતેા. તેનામાં ખુંખાર હિંસા આકાર