નિશાચર - 16

  • 1.8k
  • 744

તે ફરી પશ્ચિમમાં ફર્યાં. બે એક માઈલ વટાવ્યા પછી રસ્તાના અંધકારમાં તેને એકાએક હિલાર્ડ ના મકાનના સાન્નિધ્યમાં પાર્ક કરેલી બે પેાલીસકારોનું મહત્વ સમજાયું, તે સાચો હતો. પેાલીસો ડાહયા હતા. પરંતુ વિજ્ય એમ મળશે નહિ. પેલા ગ્લેનનું શું? પેલી છોકરીનું શું થશે? ઘણી થોડી કાર નજીકથી પસાર થઈ હતી. મોડી રાત હતી. તેણે બારી ખોલી. ઠંડો પવન શરીરને સ્પર્શતા તે તાજગી અનુભવી રહયો. પરંતુ એ તાજગી, એ મુકિત નીચે બીજો એક વિચાર સળવળતો હતો. તેણે પાછા જઇને ગ્લેનને ચેતાવી દેવો જોઇએ. આટલી મેાટી દુનિયામાં હેંક ગ્રીફીનની જો કોઇને પરવા હોય તો તે એકમાત્ર તેનો ભાઇ જ હતો. પિતા મરી ગયા પછી