નિશાચર - 15

  • 1.8k
  • 782

પાંચ સેંકડ સુધી ડેન હીલાર્ડ હોલમાં નિજીવની જેમ ઉભો રહી ગયો. તેના મોં પર નગ્ન ભય ઝળુંબી રહ્યો. તેણે આવું કંઈક બનવાની અપેક્ષા તો રાખી જ હતી. તેણે એલીનોરને નીચલાં પગથીયાં ઉપર જોઈ તેની આંખેા ભયથી જાણે ઓળખાતી જ નહોતી. તેણે સીન્ડીને પોતાની પાછળ લીવીંગરૂમની કિનારે ઉભી રહેતી સાંભળી. ગ્લેન ગ્રીફીન ડાઈનીંગ  રૂમના બારણામાં ડેને પછી રોબીશને પણ જોયો. તેના હોઠ ખુલેલા હતા અને ચહેરાની પીળી ચામડી હવે લાલ થઈ ગઈ હતી. તેણે પીસ્તોલ સીડી પર તાકી હતી પણ ડેનને જોતાં પીસ્તોલ તેની તરફ ફેરવી. ‘રાલ્ફી કયાં છે?'  ડેને પૂછ્યું. ‘ઉપર,’  એલીનારે કહ્યુ. ઉંધે છે.' ગ્લેનગ્રોફીન હસ્યો. ‘આ વેળા એ