નિશાચર - 13

  • 1.7k
  • 746

તેણે ગીયર રીવર્સ માં નાખ્યાં, કાર વૃક્ષોમાં પાછી લીધી અને પછી ફરી, પાછી ટેકરાની ધાર તરફ લેવાનુ નકકી કર્યું કે જેથી તે પેલું પાતળું ઝાડ વટાવી શકે. તે હવે જરાય ખચકાયો નહિ. તેનું મગજ હવે જાણે એટોમેટીક મશીનની જેમ કામ કરતું હતું. તેણે કારને ફોરવર્ડ ગીયરમાં નાખી. એકસીલરેટર દાબ્યું અને ડાબો પગ કલચ પર દાબી રાખ્યો. તેણે ડાબી કોણીથી ખાત્રી કરી લીધી કે કારનું બારણું ખુલ્લું હતુ. જે ઘડીએ તેનો જમણેા હાથ ડ્રાઈવીંગ વ્હીલ છોડી દે એ જ ઘડીએ તેના ડાબા હાથે બારણું ખોલી નાખવું રહ્યું. તેણે એકસીલરેટર દબાવ્યું, કલચ છોડ્યો, વ્હીલ પકડી રાખ્યું અને કાળો શુન્યાવકાશ સામે ધસી આવતો