નિશાચર - 12

  • 2k
  • 965

સીટી ડાયરેકટરી અને નકશાઓની મદદથી પાંચ વાગતા સુધીમાં જેસીએ મિ.પેટરસનને જે જે જગ્યાઓની મુલાકાત લીધી હતી તે બધાં જ ધર શેાધી કાઢયાં હતા. ઓછામાં ઓછું જેમણે મિ.પેટરસનને ચેક આપ્યા હતા એ મકાનો તો તેણે શેાધી કાઢયાં હતાં જ. તે અત્યારે નકશા પર એ મકાનો પર કુંડાળા દોરતો હતો. ‘એ જગ્યા ફરતે ચોકિયાતિ કાર હટાવી લેા, ટોમ,'  તેણે કહ્યુ. ‘હું એમ કહેવા માંગતો નથી કે તે લોકો ત્યાં જ સંતાયા છે. ગ્રીફીન મુખૅ નથી. પણ ત્રણ શખ્સો કંઈ હવામાં ગાયબ થઈ જાય નહિ.’  તેણે નકશો ખોલ્યો.‘ આપણી પાસે ચાર કાર છે. એક અહીં રાખ, બીજી અહીં, ત્રીજી અહીં, અને ચોથી અહીં.’