નિશાચર - 11

  • 1.9k
  • 950

શેરીમાં ચક રાઈટે ડેન હીલાર્ડ અને સીન્ડીની અકકડ આકૃતિઓતે પાર્કીંગ લોટ તરફ વળતી. જોઈ તે ગભરાયો. તે પોતાની કાર સુધી પહોંચે ત્યાં સુધીમાં શું તે એમનું પગેરૂં તેા નહિ ખોઈ બેસે તે! ચક પાર્કીંગ લોટમાં ઘૂસે તે પહેલા તો તેણે સીન્ડીને તેની કાર ટ્રાફીકમાં વાળતી જોઈ. મીડટાઉન વિસ્તારમાં બપેારના બારથી છની વચ્ચે વળાંક વાળવાની મનાઈ છે. આ ટાઈમીંગને લીધે સીન્ડીની કાર પૂરપાટ દોડી રહી. ચકે જોયું કે બે શેરી આગળ સીન્ડીની કાળી કાર જમણી તરફ પૂર્વ માં વળી. તેણે એનો પીછો કર્યોં. તેણે સીન્ડીની અને તેની કારની વચ્ચે ખાસુ અંતર રાખ્યુ કે જેથી તેનાં રોયરવ્યુ મીરરમાં તે પકડાઈ જાય નહિ.