નિશાચર - 10

  • 1.9k
  • 1
  • 848

ચક રાઈટ તેના ટેબલ પાછળ બેઠો બેઠો ખુલ્લા બારણામાંથી બહારની ઓફિસમાં સીન્ડીને ફોન પર વાતચીત કરતા જેતો હતો. તેણે ફોન બે હાથે પકડયો હતેા અને ગાલ સાથે દાબી રાખ્યો હતો. સવારે આવી તેણે ગઈ રાતના વર્તન બદલ માફી માગી હતી. ‘તારે પીસ્તોલ જોઈએ છે હજી?’   ચકે તેને પૂછ્યું હતું. અને તેણે મોં ફેરવી લીધું હતું. ચકનો હવે ગુસ્સો જતો રહ્યો હતો, પણ ગુસ્સાની જગ્યાએ મુંઝવણ ઉભી થઇ હતી. મારે શું, ચકે વિચાયુઁ. એ કદાચ મારી સાથે નાતો તોડવા માંગતી હશે. પરંતુ પીસ્તોલ. પીસ્તોલ શા માટે જોઇતી હશે એને? સંબંધ તોડવાની સાથે પીસ્તોલને શી નિસ્બત? ફોન ઉપર તે શી વાત કરતી