નિશાચર - 6

  • 2.7k
  • 1
  • 1k

ગ્લેન ગ્રીફીન હીલાર્ડ ના મકાનમાં જ રહયો.જ્યારે ડેન બહાર નીકળ્યો હતો. ૯:૧૫ વાગ્યા હતા. પેટ્રોલપં૫માં જઇ પેટ્રોલ ભરાવતો હતો ત્યારે પણ ડ્રાઈવીંગ વ્હીલ પાછળ બેઠો બેઠો તે ધરનો જ વિચાર કરતો હતો. ડેનને બહાર જવા દેવા માટે રોબીશે ગ્લેનને મુખૅ જ ગણ્યો હતો પરંતુ જ્યારે ગ્લેને રોબીશને જ સંદેશો પહોંચાડવા જવાનું કહ્યું ત્યારે તે કદાવર માણસ ખમચાયો હતો. ગ્લેનને ખાત્રી હતી કે ડેનને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે એ જરૂર કરશે કારણ કે તેની પત્નિ, પુત્રી અને પુત્ર ધરમાં જ હતાં. ગ્લેનની ધારણા સાચી હતી પણ ડેનની ગણત્રીઓ તેથી પણ આગળ વધી રહી હતી. તે પેટ્રોલ પંપની અંદર દિવાલ