પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્રપ્રેમ એટલે શું?પ્રેમ એટલે સલામતી?કે પછી પ્રેમ એટલે સમાધાન?હૂંફની હાજરી એટલે પ્રેમ ?કે ભયનો અભાવ એટલે પ્રેમ?પ્રેમ એટલે અધિકારની માગણી?કે અધિકારની સોંપણી?પ્રેમ જો વેદના હોય તો “અજ્ઞેય કહી ગયા એમઃ “વેદનામાં એક શક્તિ છે, જે ષ્ટિ આપે છે અને જે યાતના ભોગવે છે એ દ્રષ્ય બની શકે છે.” પણ પ્રેમ જો ટેવ હોય તો સુરેશ જોષીએ કહ્યું એમઃ “ટેવના માળખાને ઊંચકી ઊંચકીને ફરવાનો હવે થાક લાગે છે.”પ્રેમ એટલે શું?કશુંક મેળવી લેવું? કે પછી કશુંક આપી દેવું?એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ?કે પછી દૂર રહીને પણ જે લાગણી થતી રહે એ પ્રેમપ્રેમ